સાર્થક પ્રકાશન ઉત્સવ : આનંદથી કંઈક વધારે

પત્રકાર-લેખકો જયારે પ્રકાશક બને ત્યારે શું થાય? પ્રકાશન પ્રક્રિયામાં આવતા પડકારો કેવા પ્રકારના હોય છે? શું લોકોને  (સારું) ગુજરાતી (પણ) વાંચવું ગમે છે? આટલી બધી પ્રકાશન સંસ્થાઓની હાજરીમાં પણ એક નવા પ્રકાશનનો ઉમેરો સાર્થક થશે ખરો? — જયારે પહેલીવાર સાર્થક પ્રકાશન અંગેની માહિતી ઉર્વીશ કોઠારીના (ઉર્વીશભાઈ) બ્લોગ પરથી મળી ત્યારે આ અને આ પ્રકારના બીજા ઘણા સવાલો મનમાં થયા હતા. ‘કઈ નહિ તો પણ આ સવાલોના જવાબ માટે પણ ‘સાર્થક પ્રકાશન ઉત્સવ’માં હાજરી આપવી’ – એવું ત્યારે (એટલે કે મુખ્ય મહેમાનોનું લીસ્ટ જાણ્યા પહેલા) નક્કી કર્યું હતું .

છઠ્ઠી એપ્રિલે યોજાયેલ ‘સાર્થક પ્રકાશન ઉત્સવનું’ સ્થળ હતું રા. વી. પાઠક સભાગૃહ –  ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ. સંજોગાવશ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ પણ એ દિવસે જ હોઈને ઉત્સવ સુધી પહોચવા માટે અસ્તવ્યસ્ત ટ્રાફિક, અનપેક્ષિત વન-વે, પાર્કિંગ સમસ્યા, ઘોંઘાટ, વાહન-પ્રતિબંધ,  પ્રદુષણ અને (વધારાની) પોલીસ – આ પ્રકારના સાત કોઠા ભેદવા જરૂરી બન્યા હતા. પણ, ચાહકોની સામે વાંચકોનો જુસ્સો પણ કઈ ઓછો ન હતો. ઉત્સવ ચાલુ થવાના સમય પહેલા સભાગૃહ તો ભરાઈ જ ગયેલું, સીટની હરોળ વચ્ચેની આઈલમાં પણ લોકો લગોલગ બેઠા હતા.
રા. વી. પાઠક સભાગૃહ - ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ

રા. વી. પાઠક સભાગૃહ – ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ

ઉર્વીશભાઈ  અને તેમના અન્ય પ્રકાશક મિત્રો ધૈવત ત્રિવેદી અને દીપક સોલિયા તેમજ પત્રકારત્વના બીજા જાણીતા-વંચાતા  વ્યક્તિઓને ઉત્સવમાં મળી શકાશે તેવો ખયાલ તો હતો જ પણ સાથે-સાથે વાંચન અને વિચાર ઘડતરમાં અગત્યનો ભાગ ભજવનાર ‘સફારી’ના શ્રી નગેન્દ્ર વીજયને મળવાનો રોમાંચ સીમા-પારનો હતો. મારી જેમ ઘણા લોકો માટે નગેન્દ્રભાઈને જોવાનો, મળવાનો અને સાંભળવાનો આ પહેલો અવસર હતો. જે યાદગાર બની રહેવાનો હતો .
સૌના સમયની કદરના ભાગ રૂપે ઉત્સવનો શુભારંભ એકદમ સમયસર કરવામાં આવ્યો. આખા કાર્યક્રમનું  સંચાલન સંભાળનાર પ્રણવકુમાર ઉપેન્દ્રરાય અધ્યારુએ (પ્રણવભાઈ) શ્રી નગેન્દ્રવિજય, શ્રી પ્રકાશ ન. શાહ, શ્રી રતિલાલ બોરીસાગર, શ્રી  વિનોદ ભટ્ટ અને શ્રી હર્ષલ પુષ્કર્ણાનું સ્વાગત કરતા તેમને મંચ પર આમંત્રિત કર્યા. પ્રણવભાઈનું અનોખુ એટલે કે નો-નોનસેન્સ એટલે કે બિનજરૂરી કાવ્યાત્મકતાના ઢોળ વગરનું  સંચાલન અને તેમાં વચ્ચે વચ્ચે આવતી ‘સિક્સર’ – ક્યાં કહેના !
આ પ્રસંગે પ્રણવભાઈએ  સ્વ. અશ્વિની ભટ્ટને યાદ કર્યા.  ત્યારબાદ પ્રભાવી અવાજ ધરાવતા આશિષ કક્કડે શ્રી કે.કે. સાહેબનો અને અને શ્રી સલીલ દલાલનો શુભેચ્છાસંદેશ વાંચ્યો.
રા.વિ.પાઠક સભાગૃહના મંચ પર (L to R) બીરેન કોઠારી, ધૈવત ત્રિવેદી, ઉર્વીશ કોઠારી અને દીપક સોલિયા. સંચાલન સ્થાને પ્રણવ અધ્યારુ

રા.વિ.પાઠક સભાગૃહના મંચ પર (L to R) બીરેન કોઠારી, ધૈવત ત્રિવેદી, ઉર્વીશ કોઠારી અને દીપક સોલિયા. સંચાલન સ્થાને પ્રણવ અધ્યારુ

— અને પછી શરુ થયું આખા ઉત્સવનું એકમાત્ર શ્રી નગેન્દ્ર વિજયનું પ્રવચન. પોતાની અને સમગ્ર ‘સ્કોપ’ / ‘સફારી’ પરિવારની પ્રકાશન-યાત્રામાં તેમણે કરેલા અનુભવોની વાતો જેમ-જેમ  સાંભળતા  જઈએ તેમ-તેમ ખયાલ આવતો જાય કે શા માટે ‘સફારી’ એ ‘સફારી’ જ છે. ‘સફારી’ ટીમ દ્વારા અને ‘સફારી’ ટીમ માટે ખરીદાતી રેફરન્સ બુક્સનું  એક નાનું ઉદાહરણ આપી તેમને કહ્યું : ‘આ અમારી મજબૂરી છે, અને આ જ અમારી મજબૂતી છે!’
(L to R) પ્રકાશ ન.શાહ, હર્ષલ પુષ્કર્ણા, નગેન્દ્ર વિજય, રજનીકુમાર પંડ્યા, વિનોદ ભટ્ટ, રતિલાલ બોરીસાગર

(L to R) પ્રકાશ ન.શાહ, હર્ષલ પુષ્કર્ણા, નગેન્દ્ર વિજય, રજનીકુમાર પંડ્યા, વિનોદ ભટ્ટ, રતિલાલ બોરીસાગર

ઉર્વીશભાઈએ લખ્યું એ મુજબ – “આત્મીયતા અને અનૌપચારિકતા- આ બન્ને સાર્થક પ્રકાશન ઉત્સવના કેન્દ્રવર્તી ભાવ હતા. એવું ન હોય તો રજનીકુમાર પંડ્યા, વિનોદ ભટ્ટ, પ્રકાશ ન.શાહ અને રતિલાલ બોરીસાગર જેવા માતબર અને લોકપ્રિય લેખકો- વક્તાઓ ઉપસ્થિત રહે, મંચ પર બેસે છતાં વક્તવ્ય ન આપે, એવું શી રીતે બને?”
સ્ટેજ પર હાજર તમામ મહાનુભાવો, લેખકની સાથે હવે પ્રકાશક બનેલ ‘સાર્થક’ પ્રકાશનના મિત્રો અને લકી-ડ્રો દ્વારા પસંદ થયેલા વાંચક-ગ્રાહકની હાજરીમાં ચાર પુસ્તકો લાઇટહાઉસ- ધૈવત ત્રિવેદી (ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં હપ્તાવાર પ્રગટ થયેલી રોમાંચક નવલકથા),  ગાતા રહે મેરા દિલ- સલિલ દલાલ (૯ ફિલ્મી ગીતકારોનું જીવનકવન, પુનઃમુદ્રણ), ગુજરા હુઆ જમાના- કૃષ્ણકાંત (કે.કે.) (ફિલ્મ અભિનેતા-નિર્દેશક કે.કે.નાં રાજ કપુરથી રાજેશ ખન્ના અને મધુબાલાથી માધુરી દીક્ષિત સુધીની ફિલ્મી સફરનાં સંભારણાં અને સંખ્યાબંધ તસવીરો. સંપાદનઃ બીરેન કોઠારી), સરદારઃ સાચો માણસ, સાચી વાત- ઉર્વીશ કોઠારી (સરદાર પટેલના જીવન-કાર્યનાં ઓછાં જાણીતાં પાસાંનું વિવરણ-વિશ્લેષણ, પુનઃમુદ્રણ) ગીફ્ટ રેપર ફાડ્યા વગર વિમોચન થયું.
સાર્થક પ્રકાશન ઉત્સવ

સાર્થક પ્રકાશન ઉત્સવ

વાત આટલેથી અટકતી નથી. શરૂઆતમાં જણાવ્યું તેમ મારી જેમ બીજા ઘણાને પેલા પ્રશ્નોના જવાબ જાણવાની તાલાવેલી તો હતી જ. તે અને તે સિવાયના બીજા ઘણા સવાલોના જવાબ માટે યોજવામાં આવી – મોક પ્રેસ-કોન્ફરન્સ. આ એક એવી પત્રકાર પરિષદ હતી જેમાંના કેટલાક (મોક) પત્રકારો મિત્રો હતા અને કેટલાક મિત્રો (સાચા) પત્રકાર હતા. પત્રકાર પરિષદનું સંચાલન કર્યું આશિષ કક્કડે અને સવાલોના જવાબ આપવા માટે હાજર હતા : દીપક સોલિયા, ઉર્વીશ અને બીરેન કોઠારી, ધૈવત ત્રિવેદી.  ‘સવાલ એક, જવાબ દો – સવાલ એક, જવાબ દો’ પ્રકારે માહિતી અને મનોરંજનથી ભરપુર મોક પ્રેસ કોન્ફરન્સ મજાનો પ્રયોગ રહ્યો. પ્રેસ કોન્ફરન્સ પછી જેમણે પુસ્તકોના આગોતરા ઓર્ડર આપેલ તે સૌને તેમજ સ્થળ ઉપર ખરીદવા ઈચ્છતા સૌને માટે બે બુથ ઉભા કરવામાં આવેલ હતા.
આટલા ઉમદા પ્રવચન અને મનોરંજન દ્વારા મન સંતૃપ્ત થયા પછી હવે વારો પેટનો હતો ! મોક પ્રેસ કોન્ફ્રન્સ પૂરી થયા પછી હાજર સૌ માટે ડીનરનું આયોજન પણ કરવામાં આવેલું. પ્રિય લેખક સાથે વાતો કરતાં-કરતાં જમવાની મજા એ ઉત્સવની સાંજનું યાદગાર બોનસ હતું !
અને છેલ્લે, આ બધું જેમને  કારણે માણી શકાયું તે ત્રણ લેખક-પ્રકાશક મિત્રો – દીપકભાઈ, ઉર્વીશભાઈ અને ધૈવતભાઈ – ને આભાર સાથે અભિનંદન અને ભવિષ્યમાં સાર્થક પ્રકાશન તરફથી સારું વાંચન મળતું રહેવાની શુભ-ઈચ્છા અને ઓલ ધ બેસ્ટ !
વંચાઈ ગયેલા અને વંચાઈ રહેલા ચારેય પુસ્તકો વિશેની વાત હવે પછી.
 
‘સાર્થક પ્રકાશન’ પર ઉર્વીશભાઈનો અહેવાલ  

Google+

9 responses

 1. આનંદ સાથે સાર્થક પ્રકાશન ઉત્સવને શુભુચ્છા.

  ________________________________

 2. સરદાર પટેલ , વિશેનું પુસ્તક ” સરદાર : સાચો માણસ સાચી વાત ” પુસ્તક લેવા માટે ધુંવાધાર પ્રયત્નો ચાલુ છે :) . . . અને , આપ શ્રી નગેન્દ્ર વિજય અને હર્ષલભાઈ સાથે ગોષ્ઠી કરી શક્યા , એ આપનું સૌથી મોટું સંભારણું બની રહ્યું હશે . અરે , હાં મારા પ્રિયતમ લેખકમાના એક દિપકભાઈ સોલીયાને તમે મળ્યા ? તેમનું કોઈ સારું પુસ્તક સૂચવવા વિનંતી . . . કારણકે , મારે તો તેમની સાથે હજી કટાર થકી જ સંપર્ક શક્ય બન્યો છે :)

  1. હા નિરવ. દીપકભાઈ સહીત તમામ મહાનુભાવોને શાંતિથી મળી શકાયું. ‘સરદાર: સાચો માણસ સાચી વાત’ સાર્થક પ્રકાશનમાંથી મેળવી શકાય.

 3. પ્રિય નીરવ
  દીપકનું હજુ સુધી એક પણ પુસ્તક પ્રકાશિત થયું નથી. બસ, થોડા મહિના રાહ જુઓ. ‘સાર્થક’માં તેમનું પહેલું પુસ્તક આવે જ છે…અને તમારા `ધુંઆધાર પ્રયાસો`ને શુભેચ્છા :-)

  1. ઉર્વીશભાઈ મારી પાસે શ્રી ગુણવંત શાહનું સરદાર એટલે સરદાર અને શ્રી રાજમોહન ગાંધીનું ” સરદાર પટેલ ” વિશેનું પુસ્તક છે અને હવે તમારું પણ પુસ્તક આવ્યા બાદ . . . હું નિરાંતે તેનું લાંબુબુબુબુ વિવરણ મારા બ્લોગ પર કરીશ :)

   અને ; હા દીપક સરની આલ્બેર કામુ અને દોસ્તોવ્ય્સકી વિશેની શ્રેણીઓ ખુબ જ અદભુત રહી , તે બદલ દીપક સરને મારા તરફથી આભાર પાઠવજો :) અને શક્ય હોય તો તેમને પણ તમારી જેમ જ સુંદર બ્લોગ લખવા માટે પ્રેરિત કરજો . કે જેથી કરીને અમારી આંખ્યુંને ટાઢક વળે :)

 4. કાર્યકરમ યાદગાર બની ગયો છે.

 5. આ માહિતી શેર કરવા બદલ આપનો આભાર…………

  અને સલામ છે એ અનામી છોકરાને ……………..

તમારો પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 1,416 other followers

%d bloggers like this: