કોલેજ કેમ્પસમાં ‘લવ રીલેશનશીપ’

થોડા સમય પહેલા એક મેનેજમેન્ટ સ્કુલની એન્ટ્રન્સ ટેસ્ટમાં શ્રોતા તરીકે જવાનું થયું. મેનેજમેન્ટના કોર્સમાં એડમીશન માટેઅલગ-અલગ પ્રકારના ઇન્ટરવ્યુમાંથી પસાર થવું પડે. ગ્રુપ ડિસ્કશન એ આખી પ્રક્રિયાનો એક મહત્વનો ભાગ છેગ્રુપ ડિસ્કશન એટલે દસ-બાર વ્યક્તિઓના સમૂહ વચ્ચે કોઈ એક મુદ્દે થતી ચર્ચા

મેં જોયેલ ગ્રુપનો ટોપિક હતો - કોલેજ કેમ્પસમાં લવ રીલેશનશીપએલાઉડ હોવી જોઈએ કે નહિ.

love-cartoon-300x236

એક રીતે જોઈએ તો કોઈ વ્યક્તિ વેજીટેરીયન હોય તેને નોન-વેજ ડીશનો સ્વાદ પૂછવા જેવું ગણાય. કારણ જેમણે હજુ કોલેજ કેમ્પસમાં પ્રવેશવાનું છે તેમને શું ખબર કે કેવું હોય કોલેજ કેમ્પસ અને કેવી હોય તેમાં લવ રીલેશનશીપ‘ ?!

થોડા શરમાળ (એટ લીસ્ટ દેખાવમાંઅને થોડા વાચાળ  એવા વિદ્યાર્થીઓના ગ્રુપે પોતાના વિચારો રજુ કરવાનું ચાલુ કર્યું. સાથે સાથે હું પણ આ મુદ્દે મનમાં વિચારતો રહ્યો. વિચાર પછી મળેલા થોડા મુદ્દાઓ અહિયાં શેર કરું છું :

- સૌથી પહેલા તો લવ તો શું કોઈ પણ પ્રકારની રીલેશનશીપ - એટલે કે સંબંધ - એ પ્રેમથી થતી વસ્તુ છે પરમીશનથી નહિ. અપવાદ આમાં પણ છે જ જેમ કે: ધંધાકીય કે વ્યવસાયિક સંબંધો.હવે જે સંબંધમાં બહારના તંત્રની  પરમીશનની કોઈ ભૂમિકા જ ન હોય તેમાં તેને એલાઉ કરવાનો કે ન કરવાનો પ્રશ્ન હોય ખરો?

- બીજું, માની લો કે કોલેજમાં કે કોઈ એકેડમીમાં આવનાર દરેક વ્યક્તિ કારકિર્દીના ઘડતર-રૂપ અભ્યાસ અર્થે આવે છે. પણ કારકિર્દી આખરે છે તો જીવનનો જ એક ભાગ. મહત્વનો પણ એક ભાગ માત્ર. તો પછી શું કોલેજ કેમ્પસને પાઠ્યપુસ્તકીય અભ્યાસની બહાર કશું શીખવા માટે કશું એક્સ્પેરીમેન્ટ કરવા માટે ઉપયોગ ન કરી શકાય?

- બે સમજુ વ્યક્તિઓ વચ્ચે જો લવ રીલેશનશીપથાય તો સમાન પ્રોફેશનમાં હોવાના કારણે બંનેને શું કરવુંતે માટેની એક બીજાની મદદ મળી રહે. અને જો (બંનેની કે બેમાંથી એકનીસમજણ વિકસવાની બાકી હોય તેવી વ્યક્તિઓ વચ્ચે લવ રીલેશનશીપથાય તો બંનેને શું ન કરવુંતે શીખવા મળે

- કારકિર્દીનો, સમયનો કે પૈસાનો બગાડ તે કહેવાતી લવ રીલેશનશીપહોય તો થાય જ અને ના હોય તો ન જ થાય તેવું કઈ છે નહિ. આ બધાના વ્યય માટે કોલેજ કેન્ટીનનું હોવું પુરતું છે. જે દરેક કોલેજ માં હોય જ છે.

અંતમાં એટલું જ કે - સંસ્થાના નિયમો, એકેડેમિક પરફોર્મન્સ કે પછી વ્યક્તિની અંગત મરજી, આ બધું કે આમાંનું કઈ પણ જોખમાય તેવું દરેક કોલેજ કેમ્પસમાં નોટ-એલાઉડ. બાકી નિયમના ભાગ રૂપે પ્રતિબંધની વ્યાખ્યામાં  કોઈ પણ સંબંધ કે સંબંધ વિકસવાની શક્યતા આવરી શકાય નહિ.

line
Google+

About these ads

4 responses

 1. “અંતમાં …..” સહમત.
  બાકી વિધ્યાર્થીઓ કોલેજમાં જવા સુધી રાહ જોતા નથી. મોર્નીંગ વોકમાં જઊં છું ત્યારે ઘણી કોર્નરો પર બાઈક અને એક્ટીવા (સ્કુલ યુનીફોર્મમાં) સાથે ઉભેલા જોયા છે !
  વણમાગ્યો મમરો – સમાન ભણતર બને ત્યાં સુધી ભેગુ ન કરવું – ‘અહમ’ના આંચકા લાગે. જુદા જુદા ક્ષેત્રો હોય તો પુરક બને.

  1. એવા ઘણા સિવિલ સર્વન્ટ્સ / ડોક્ટર્સ / ફિલ્મ-જગતના લોકો હશે જે ખાસ કરીને તો પોતાની અસામાન્ય લાઈફ સ્ટાઈલને સમજી શકે (અને તેથી સહજતાથી લઇ વાંધો ન ઉઠાવે) માટે પોતાના ક્ષેત્રના વ્યક્તિ સાથે સેટ થવાનું વિચારતા હશે. આ પ્રકારની (ભલે અવય્ક્ત એવી) સમજણથી શરુ થયેલ સંબંધમાં એક વાર અંડરસ્ટેન્ડિંગ આવી જાય પછી અહંકારનો પ્રશ્ન નહિ રહેતો હોય.

   1. જો ભાઈ, ‘સીદીભાઈને સીદકા વાલા’ ની જેમ મને મારો દાખલો જ દેખાય ને ! હું ફાઈનાન્સમાં ઝીરો અને ઘરવાળા ફાઈનાન્સમાં ‘વન’, આમ અમારું ગાડું સુપેરે ગબડે છે. કદાચ વધારે મજા આવે છે.
    સવાલ તો જીવનમાં મજાનો છે ને ! :-)

તમારો પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 1,413 other followers

%d bloggers like this: