ફેસબુક : ચાહકોનો ચહેરો

સો કરોડથી પણ વધારે એક્ટીવ સભ્યો ધરાવતો – અને મજાકમાં ચીન અને ભારત પછી વસ્તીમાં ત્રીજા નંબરનો ‘દેશ’ કહેવતો – ચર્ચાનો ઓટલો એટલે – ફેસબુક.

ફેસબુક : ચાહકોનો ચહેરો

ફેસબુક : ચાહકોનો ચહેરો

અલગ અલગ બ્રાન્ડ્સ, કંપનીઝ  અને ક્યારેક સેલેબ્રીટી મનાતા જાણીતા વ્યક્તિઓનું ફેસબુક પર ‘ફેન’ પેઈજ હોય છે. “લાઇક” બટન પર ક્લિક કરીને આ પ્રકારના ફેન-પેઈજના સભ્ય બનતું હોય છે તે સહુ જાણે છે. અમુક પ્રખ્યાત વ્યક્તિઓ, કંપની કે બ્રાંડના પેઈજના લાખો સભ્યો હોય છે. આ પ્રકારના પેઈજનું ફેસબુક પર માર્કેટિંગ એ ફેસબુક કંપનીનો આવક સ્રોત છે
પણ, પાંચેય આંગળીઓની જેમ ફેન્સ પણ કઈ એક સરખા હોતા નથી. પેઈજ પરના  ‘લાઈક’ બટનને ક્લિક કરી જે-તે વ્યક્તિ, બ્રાંડ કે કંપનીને ડીસ-લાઈક કરનાર પણ હોય છે.
36 પ્રકારના ચાહકોના ચહેરાનો રસપ્રદ અભ્યાસ આ સ્લાઈડસ માં છે.
line

Google+

ઝવેરચંદ મેઘાણીની નવલકથાઓ વિષે

યશ મેઘાણીના ફેસબુક પ્રોફાઈલ પરથી મળેલ માહિતી.

 

~~ ઝવેરચંદ મેઘાણીની 5 નવલકથાઓ રૂ. 460 ને બદલે રૂ. 250 માં (45% વળતર) ~~

 

kavi_zaverchand_meghani
ઝવેરચંદ મેઘાણીની 5 નવલકથાઓ ઘટાડેલા દરે આપવાની લોકમિલાપની યોજના છે. કાળચક્ર, પ્રભુ પધાર્યા, બીડેલાં દ્વાર, વસુંધરાનાં વહાલાં દવલાં તથા વેવિશાળ – એક હજાર પાનાના આ પાંચ પુસ્તકો તેની છાપેલ કિમત રૂ. 460 ને બદલે 31 ઓગસ્ટ સુધી ફક્ત રૂ. 250 માં લોકમિલાપમાં રૂબરૂ મળશે. ટપાલમાં ઘરે બેઠા મેળવવા માટે ટપાલના રૂ. 30 ઉમેરીને રૂ. 280 મનીઓર્ડર અથવા ‘લોકમિલાપ’ નામના AT PAR ચેકથી મોકલવાનું સરનામું :

લોકમિલાપ, સરદારનગર, ભાવનગર 364001. ફોન: (0278) 2566 402

લોકમિલાપના બેંક ખાતામાં ઓન-લાઈન રકમ જમા કરાવવા માટે બેંકની વિગત ફોન પર મળી શકશે.

Official Website of Jhaverchand Meghani – http://jhaverchandmeghani.com/

બુક શેલ્ફ – સરદાર: સાચો માણસ સાચી વાત

સરદાર વલ્લભભાઈ પટેલ. આઝાદીની  લડતની મોખરાની ત્રિપુટી –  ગાંધી-નહેરુ-પટેલ  – માનું એક નામ. બારડોલીના ‘સરદાર’, અખંડ ભારતના ઘડવૈયા અને ‘લોખંડી પુરુષ’ પ્રકારનું લોકપ્રિય બિરુદ પામનાર અને આઝાદ ભારતના પહેલા નાયબ-વડાપ્રધાન એવા એક ગુજરાતી. આઝાદી પછીના અસંગઠિત રજવાડાઓને એકત્રિત કરી દેશને દેશ તરીકેની ઓળખ આપનાર સરદાર વિષે લખાતું આવ્યું છે અને લખાતું રહેશે.
સરદારના કદ અને સામર્થ્યની વ્યક્તિ કે જેમનું જાહેર જીવન એ જ અંગત જીવન બની રહ્યું હોય, તેમની આસપાસ કથાઓ-દંતકથાઓ રચાવી સ્વાભાવિક છે. આઝાદી અને તે પછીના સમયની રાજકીય બાબતોમાં સરદારનું સ્થાન જોતા, માન્યતાઓ અને તેથી પણ વધારે ગેરમાન્યતાઓ અને તેના ખોટા પ્રચારનો વ્યાપક ફેલાવો થયો. થઇ રહ્યો છે.
આ બધાની વચ્ચે જાણીતા પત્રકાર-લેખક ઉર્વીશ કોઠારીના પુસ્તક ‘સરદાર: સાચો માણસ સાચી વાત’નું પુન:મુદ્રણ ‘સાર્થક પ્રકાશન’  દ્વારા કરવામાં આવ્યું છે. ઈતિહાસના અધ્યાપક કે સંશોધક ન હોઈને માત્ર દેશના નાગરિક તરીકે કે એક સજાગ વાંચક તરીકે પણ વાંચવા જેવું આ પુસ્તક લેખક ઉર્વીશભાઈએ 2005 માં લખેલું જે ઘણા સમયથી અપ્રાપ્ય હતું.
સરદાર: સાચો માણસ સાચી વાત

સરદાર: સાચો માણસ સાચી વાત

‘પણ, શું જરૂર હતી પુસ્તક લખવાની? આ વિષય પર પુસ્તકો ઓછા હતા? ‘ – પ્રસ્તાવનામાં જ આ પ્રશ્નનો જવાબ આપતા  ઉર્વીશભાઈ પુસ્તક લખતા પહેલા તેમણે નક્કી કરેલા એજેન્ડા વિષે જણાવે છે કે:
(1) આ પુસ્તકનો આશય ચરિત્રલેખન કે ચરિત્રસંકીર્તનનો નથી. સરદારના વ્યક્તિત્વના કેટલાક પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને, તેમનું સર્વાંગી ચિત્રણ કરવાનો ઉપક્રમ રાખવો.
(2) સરદારના દરેક પાસના આલેખનમાં એકનો એક – અને જાણીતો – રંગ ઘુંટવાને બદલે, શક્ય એટલી રંગછટાઓ સમાવવાનો પ્રયાસ કરવો.
(3) આ વિષય પર સેંકડો પાનાનું વાંચન કર્યા પછી પણ એક સાથે ન મળી શકે એવી, જાણવાલાયક છતાં ઓછી જાણીતી માહિતી શક્ય એટલા ટુંકાણથી આપવી.
(4) બિનસાંપ્રદાયિક, હિંદુવાદી, જમણેરી, તટસ્થ, ગાંધીભક્ત, અખંડ ભારતના સર્જક, લોખંડી પુરુષ, નેહ્રુશત્રુ જેવા એકરંગી ચોકઠાથી બચવું. એવા કોઈ પણ ચોકઠાં મનોમન ઘડીને, તેના ટેકામાં પ્રસંગો પુરવાની લોકપ્રિય પદ્ધતિથી દુર રહેવું. તેમના વિષેની વિરોધાભાસી  લાગે એવી હકીકતો પણ વાંચકો સમક્ષ ‘વધુ વિચાર માટે’ મૂકી આપવી.
સરદાર: સાચો માણસ સાચી વાત (લેખક: ઉર્વીશ કોઠારી) - પ્રકરણોની યાદી

સરદાર: સાચો માણસ સાચી વાત (લેખક: ઉર્વીશ કોઠારી) – પ્રકરણોની યાદી

ઉપર જણાવેલ ચારેય મુદ્દાઓનું અને પોતાની સરળ લેખન શૈલીનું સાતત્ય લેખકે આખા પુસ્તકમાં જાળવી રાખ્યું છે. સરદાર જેવા વ્યક્તિ / વિષય પર આ પ્રકારનું લખાણ મળી રહે તે ખરેખર ‘વધુ વિચાર માટેની’ મૂળભૂત  સામગ્રીથી કઈક વિશેષ છે.
‘સરદાર’ એ વિષયની ઉર્વીશભાઈએ કરેલ અનોખી રજૂઆતની સાથે કેટલીક એવી માહિતી કે જે અન્ય સંદર્ભોમાં જોવા ન મળે, તે આ પુસ્તકને ખાસ બનાવે છે. દાખલા તરીકે, મુનશી પ્રેમ્ચંદનો સરદાર વિષેનો લેખ, ‘ફિલ્મ ઇન્ડિયા’ના તંત્રી બાબુરાવ પટેલ દ્વારા લેવાયેલ સરદારનો ઇન્ટરવ્યુ, સરદારના કેટલાક કાર્ટુન, લેખક ઉર્વીશભાઈએ સરદારના પૌત્ર ગૌતમભાઈની લીધેલી એક મુલાકાત વિગેરે.
પુસ્તકમાં સરદારની સાથે વણાયેલી ગાંધીજી, જવાહરલાલ નહેરુ, મહાદેવભાઈ દેસાઈ અને  આઝાદી લડતના
કેટલાક ચાવીરૂપ પાત્રોની વાતો વાંચકો માટે ઇતિહાસનું અગત્યનું અનુસંધાન બની રહે છે.
સરદાર વિષે જાણતા, જાણવા માંગતા , વાંચતા અને વિચારતા સૌ માટે જરૂરી એવું પુસ્તક.

અને છેલ્લે 

‘સરદાર વલ્લભભાઈનો જય હો … એ ન હોત તો મારાથી જે કામ થઇ શક્યું તે ન થયું હોત, એટલો શુભ અનુભવ મને તેમનાથી થયો છે.’ ગાંધીજીનું આ વિધાન સરદારના સરકારી, અર્ધસરકારી અને ઘણા બિનસરકારી પ્રેમીઓ દ્વારા એવી રીતે વપરાતું રહ્યું છે, જાણે સરદાર પટેલને મળેલું એ સર્વોચ્ચ પ્રમાણપત્ર હોય. ગાંધી-સરદારના સંબંધોનો તાગ પામવા  એ સૌથી હાથવગું છતાં સદંતર અપૂરતું છે.
સરદાર-ગાંધીના સંબંધો અવતરણો થકી સમજવા, એ હાથીની પૂછડી પરથી તેના કદનું માપ કાઢવા જેવી કસરત છે. ત્રણ દાયકાથી પણ વધારે સમયનો તેમનો સહવાસ લેબલનો મોહતાજ નથી અને કોઈ એક લેબલ તળે આવે તેમ પણ નથી. (‘સરદાર: સાચો માણસ સાચી વાત, પાનાં નં. 21)
લેખક સંપર્ક:
ઉર્વીશ કોઠારી
મોબાઈલ: 99982 16706
ઈ-મેઈલ: uakothari@gmail.com
બ્લોગ: urvishkothari-gujarati.blogspot.com
 line

સાર્થક પ્રકાશન ઉત્સવ : આનંદથી કંઈક વધારે

પત્રકાર-લેખકો જયારે પ્રકાશક બને ત્યારે શું થાય? પ્રકાશન પ્રક્રિયામાં આવતા પડકારો કેવા પ્રકારના હોય છે? શું લોકોને  (સારું) ગુજરાતી (પણ) વાંચવું ગમે છે? આટલી બધી પ્રકાશન સંસ્થાઓની હાજરીમાં પણ એક નવા પ્રકાશનનો ઉમેરો સાર્થક થશે ખરો? — જયારે પહેલીવાર સાર્થક પ્રકાશન અંગેની માહિતી ઉર્વીશ કોઠારીના (ઉર્વીશભાઈ) બ્લોગ પરથી મળી ત્યારે આ અને આ પ્રકારના બીજા ઘણા સવાલો મનમાં થયા હતા. ‘કઈ નહિ તો પણ આ સવાલોના જવાબ માટે પણ ‘સાર્થક પ્રકાશન ઉત્સવ’માં હાજરી આપવી’ – એવું ત્યારે (એટલે કે મુખ્ય મહેમાનોનું લીસ્ટ જાણ્યા પહેલા) નક્કી કર્યું હતું .

છઠ્ઠી એપ્રિલે યોજાયેલ ‘સાર્થક પ્રકાશન ઉત્સવનું’ સ્થળ હતું રા. વી. પાઠક સભાગૃહ –  ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ. સંજોગાવશ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ પણ એ દિવસે જ હોઈને ઉત્સવ સુધી પહોચવા માટે અસ્તવ્યસ્ત ટ્રાફિક, અનપેક્ષિત વન-વે, પાર્કિંગ સમસ્યા, ઘોંઘાટ, વાહન-પ્રતિબંધ,  પ્રદુષણ અને (વધારાની) પોલીસ – આ પ્રકારના સાત કોઠા ભેદવા જરૂરી બન્યા હતા. પણ, ચાહકોની સામે વાંચકોનો જુસ્સો પણ કઈ ઓછો ન હતો. ઉત્સવ ચાલુ થવાના સમય પહેલા સભાગૃહ તો ભરાઈ જ ગયેલું, સીટની હરોળ વચ્ચેની આઈલમાં પણ લોકો લગોલગ બેઠા હતા.
રા. વી. પાઠક સભાગૃહ - ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ

રા. વી. પાઠક સભાગૃહ – ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ

ઉર્વીશભાઈ  અને તેમના અન્ય પ્રકાશક મિત્રો ધૈવત ત્રિવેદી અને દીપક સોલિયા તેમજ પત્રકારત્વના બીજા જાણીતા-વંચાતા  વ્યક્તિઓને ઉત્સવમાં મળી શકાશે તેવો ખયાલ તો હતો જ પણ સાથે-સાથે વાંચન અને વિચાર ઘડતરમાં અગત્યનો ભાગ ભજવનાર ‘સફારી’ના શ્રી નગેન્દ્ર વીજયને મળવાનો રોમાંચ સીમા-પારનો હતો. મારી જેમ ઘણા લોકો માટે નગેન્દ્રભાઈને જોવાનો, મળવાનો અને સાંભળવાનો આ પહેલો અવસર હતો. જે યાદગાર બની રહેવાનો હતો .
સૌના સમયની કદરના ભાગ રૂપે ઉત્સવનો શુભારંભ એકદમ સમયસર કરવામાં આવ્યો. આખા કાર્યક્રમનું  સંચાલન સંભાળનાર પ્રણવકુમાર ઉપેન્દ્રરાય અધ્યારુએ (પ્રણવભાઈ) શ્રી નગેન્દ્રવિજય, શ્રી પ્રકાશ ન. શાહ, શ્રી રતિલાલ બોરીસાગર, શ્રી  વિનોદ ભટ્ટ અને શ્રી હર્ષલ પુષ્કર્ણાનું સ્વાગત કરતા તેમને મંચ પર આમંત્રિત કર્યા. પ્રણવભાઈનું અનોખુ એટલે કે નો-નોનસેન્સ એટલે કે બિનજરૂરી કાવ્યાત્મકતાના ઢોળ વગરનું  સંચાલન અને તેમાં વચ્ચે વચ્ચે આવતી ‘સિક્સર’ – ક્યાં કહેના !
આ પ્રસંગે પ્રણવભાઈએ  સ્વ. અશ્વિની ભટ્ટને યાદ કર્યા.  ત્યારબાદ પ્રભાવી અવાજ ધરાવતા આશિષ કક્કડે શ્રી કે.કે. સાહેબનો અને અને શ્રી સલીલ દલાલનો શુભેચ્છાસંદેશ વાંચ્યો.
રા.વિ.પાઠક સભાગૃહના મંચ પર (L to R) બીરેન કોઠારી, ધૈવત ત્રિવેદી, ઉર્વીશ કોઠારી અને દીપક સોલિયા. સંચાલન સ્થાને પ્રણવ અધ્યારુ

રા.વિ.પાઠક સભાગૃહના મંચ પર (L to R) બીરેન કોઠારી, ધૈવત ત્રિવેદી, ઉર્વીશ કોઠારી અને દીપક સોલિયા. સંચાલન સ્થાને પ્રણવ અધ્યારુ

— અને પછી શરુ થયું આખા ઉત્સવનું એકમાત્ર શ્રી નગેન્દ્ર વિજયનું પ્રવચન. પોતાની અને સમગ્ર ‘સ્કોપ’ / ‘સફારી’ પરિવારની પ્રકાશન-યાત્રામાં તેમણે કરેલા અનુભવોની વાતો જેમ-જેમ  સાંભળતા  જઈએ તેમ-તેમ ખયાલ આવતો જાય કે શા માટે ‘સફારી’ એ ‘સફારી’ જ છે. ‘સફારી’ ટીમ દ્વારા અને ‘સફારી’ ટીમ માટે ખરીદાતી રેફરન્સ બુક્સનું  એક નાનું ઉદાહરણ આપી તેમને કહ્યું : ‘આ અમારી મજબૂરી છે, અને આ જ અમારી મજબૂતી છે!’
(L to R) પ્રકાશ ન.શાહ, હર્ષલ પુષ્કર્ણા, નગેન્દ્ર વિજય, રજનીકુમાર પંડ્યા, વિનોદ ભટ્ટ, રતિલાલ બોરીસાગર

(L to R) પ્રકાશ ન.શાહ, હર્ષલ પુષ્કર્ણા, નગેન્દ્ર વિજય, રજનીકુમાર પંડ્યા, વિનોદ ભટ્ટ, રતિલાલ બોરીસાગર

ઉર્વીશભાઈએ લખ્યું એ મુજબ – “આત્મીયતા અને અનૌપચારિકતા- આ બન્ને સાર્થક પ્રકાશન ઉત્સવના કેન્દ્રવર્તી ભાવ હતા. એવું ન હોય તો રજનીકુમાર પંડ્યા, વિનોદ ભટ્ટ, પ્રકાશ ન.શાહ અને રતિલાલ બોરીસાગર જેવા માતબર અને લોકપ્રિય લેખકો- વક્તાઓ ઉપસ્થિત રહે, મંચ પર બેસે છતાં વક્તવ્ય ન આપે, એવું શી રીતે બને?”
સ્ટેજ પર હાજર તમામ મહાનુભાવો, લેખકની સાથે હવે પ્રકાશક બનેલ ‘સાર્થક’ પ્રકાશનના મિત્રો અને લકી-ડ્રો દ્વારા પસંદ થયેલા વાંચક-ગ્રાહકની હાજરીમાં ચાર પુસ્તકો લાઇટહાઉસ- ધૈવત ત્રિવેદી (ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં હપ્તાવાર પ્રગટ થયેલી રોમાંચક નવલકથા),  ગાતા રહે મેરા દિલ- સલિલ દલાલ (૯ ફિલ્મી ગીતકારોનું જીવનકવન, પુનઃમુદ્રણ), ગુજરા હુઆ જમાના- કૃષ્ણકાંત (કે.કે.) (ફિલ્મ અભિનેતા-નિર્દેશક કે.કે.નાં રાજ કપુરથી રાજેશ ખન્ના અને મધુબાલાથી માધુરી દીક્ષિત સુધીની ફિલ્મી સફરનાં સંભારણાં અને સંખ્યાબંધ તસવીરો. સંપાદનઃ બીરેન કોઠારી), સરદારઃ સાચો માણસ, સાચી વાત- ઉર્વીશ કોઠારી (સરદાર પટેલના જીવન-કાર્યનાં ઓછાં જાણીતાં પાસાંનું વિવરણ-વિશ્લેષણ, પુનઃમુદ્રણ) ગીફ્ટ રેપર ફાડ્યા વગર વિમોચન થયું.
સાર્થક પ્રકાશન ઉત્સવ

સાર્થક પ્રકાશન ઉત્સવ

વાત આટલેથી અટકતી નથી. શરૂઆતમાં જણાવ્યું તેમ મારી જેમ બીજા ઘણાને પેલા પ્રશ્નોના જવાબ જાણવાની તાલાવેલી તો હતી જ. તે અને તે સિવાયના બીજા ઘણા સવાલોના જવાબ માટે યોજવામાં આવી – મોક પ્રેસ-કોન્ફરન્સ. આ એક એવી પત્રકાર પરિષદ હતી જેમાંના કેટલાક (મોક) પત્રકારો મિત્રો હતા અને કેટલાક મિત્રો (સાચા) પત્રકાર હતા. પત્રકાર પરિષદનું સંચાલન કર્યું આશિષ કક્કડે અને સવાલોના જવાબ આપવા માટે હાજર હતા : દીપક સોલિયા, ઉર્વીશ અને બીરેન કોઠારી, ધૈવત ત્રિવેદી.  ‘સવાલ એક, જવાબ દો – સવાલ એક, જવાબ દો’ પ્રકારે માહિતી અને મનોરંજનથી ભરપુર મોક પ્રેસ કોન્ફરન્સ મજાનો પ્રયોગ રહ્યો. પ્રેસ કોન્ફરન્સ પછી જેમણે પુસ્તકોના આગોતરા ઓર્ડર આપેલ તે સૌને તેમજ સ્થળ ઉપર ખરીદવા ઈચ્છતા સૌને માટે બે બુથ ઉભા કરવામાં આવેલ હતા.
આટલા ઉમદા પ્રવચન અને મનોરંજન દ્વારા મન સંતૃપ્ત થયા પછી હવે વારો પેટનો હતો ! મોક પ્રેસ કોન્ફ્રન્સ પૂરી થયા પછી હાજર સૌ માટે ડીનરનું આયોજન પણ કરવામાં આવેલું. પ્રિય લેખક સાથે વાતો કરતાં-કરતાં જમવાની મજા એ ઉત્સવની સાંજનું યાદગાર બોનસ હતું !
અને છેલ્લે, આ બધું જેમને  કારણે માણી શકાયું તે ત્રણ લેખક-પ્રકાશક મિત્રો – દીપકભાઈ, ઉર્વીશભાઈ અને ધૈવતભાઈ – ને આભાર સાથે અભિનંદન અને ભવિષ્યમાં સાર્થક પ્રકાશન તરફથી સારું વાંચન મળતું રહેવાની શુભ-ઈચ્છા અને ઓલ ધ બેસ્ટ !
વંચાઈ ગયેલા અને વંચાઈ રહેલા ચારેય પુસ્તકો વિશેની વાત હવે પછી.
 
‘સાર્થક પ્રકાશન’ પર ઉર્વીશભાઈનો અહેવાલ  

Google+

શબ્દોની સોનોગ્રાફી – ૭

ફાઉન્ટન (FOUNTAIN)

જાહેર સ્થળોએ અથવા બગીચામાં મુકાતા ફુવારા માટે આ શબ્દનો પ્રયોગ  હોય છે. આપણે ત્યાં મોઘલ ગાર્ડન્સમાં ફુવારાનું ખાસ મહત્વ હતુ.  ઘરમાં પણ ક્યારેક એવા સુશોભનો વપરાતા હોય છે, જેમાં પાણીની ધાર વહેતી હોય.  એમને પણ ફાઉન્ટન કહેવાય છે.  લેટિનમાં FONS શબ્દનો અર્થ છે પાણીની ધાર અને FONTANA એટલે પ્રાકૃતિક ઝરણું.   શરૂઆતમાં આ શબ્દ નદીના સ્ત્રોત માટે વપરાતો હતો, પણ સોળમી સદીથી કેવળ કૃત્રિમ ફુવારા માટે એનો પ્રયોગ થાય છે.  મૂળ સ્રોત અથવા મુખ્ય પુરવઠો જ્યાંથી આવતો હોય તેના માટે પણ ક્યારેક આ શબ્દ વપરાય છે જેમ કે ફાઉન્ટનહેડ.અમેરિકન અંગ્રેજીમાં જે સ્થળે સોફ્ટ ડ્રીંક અથવા સોડાનો સ્ટોક રાખવામાં આવે એના માટે સોડા ફાઉન્ટન પ્રચલિત શબ્દ છે.
ટેસ્ટ મેચ (TEST MATCH)
થોડા સમયથી ક્રિકેટની રમતમાં ધરખમ ફેરફારો જોવા મળ્યા છે. વન-ડે ક્રિકેટ બાદ આજે ટ્વેન્ટી-ટ્વેન્ટી લોકપ્રિય છે. એક સમયે કેવળ પાંચ દિવસની ટેસ્ટ મેચ જ રમાતી હતી. પ્રવાસી અને યજમાન દેશની ટીમો વચ્ચે મેચોની શ્રેણી ટેસ્ટ સીરીઝ કહેવાતી. શરૂઆત માં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલ શ્રેણીને આ નામ આપાયેલ હતું જે TEST એટલે કે કસોટી શબ્દ પર આધારિત હતું. દક્ષિણ આફ્રિકામાં રગ્બીના મુકાબલા માટે આ નામ વાપરવા લાગ્યું. આ બે સિવાય બીજી કોઈ રમતમાં આ નામ વપરાતું નથી.
line
અન્ય ‘શબ્દોની સોનીગ્રફી’ વાંચવા માટે – ક્લિક કરો 

Google+

સેટ-ટોપ બોક્સ: મરજિયાત મનોરંજનનું ફરજીયાત ડીજીટલાઇઝેશન

માર્ચ મહિનાના અંતે ઇન્કમ-ટેક્સ બચતના કામોની સાથે આ વખતે એક નવું કામ ઉમેરાયું છે: ઘરમાં સેટ-ટોપ બોક્સને સેટ કરવાનું !
સેટ-ટોપ બોક્સ મોડેલ:
કેન્દ્રિય મંત્રીમંડળ દ્વારા પસાર કરાયેલ ‘ડીજીટલાઇઝેશન ઓફ એનાલોગ કેબલ  સિસ્ટમ્સ ઓર્ડીનન્સ’ હેઠળ માર્ચ 31 સુધીમાં ગુજરાતના શહેરોમાં કેબલને બદલે ડીજીટલ સેટ-ટોપ બોક્સ દ્વારા ચેનલ ટેલીકાસ્ટને ફરજીયાત કરવામાં આવ્યું છે. ટીવી ચેનલના સિગ્નલ્સને અલગ-અલગ પ્લેટફોર્મ્સ દ્વારા ઘરોમાં વિતરણ કરવામાં આવે છે. જેમ કે : કેબલ, ડાયરેક્ટ-ઘરમાં (ડીટીએચ), ઇન્ટરનેટ પ્રોટોકોલ ટીવી (આઇપીટીવી) અને હેડેન્ડ ઈન ધ સ્કાય (HITS). આ બધામાં કેબલ સૌથી મોટું પ્લેટફોર્મ છે.સંખ્યાના ઘણા તફાવત સાથે ડીટીએચ તે પછીના બીજા નંબરે આવે છે.
કેબલ ટીવી વિતરણની પ્રક્રિયામાં  વ્યાપક રીતે ત્રણ તબક્કાઓનો સમાવેશ થાય છે। બ્રોડકાસ્ટર્સ તેમના સિગ્નલ્સને એનક્રિપ્ટ કરી તેમને ઉપગ્રહ સુધી વહન કરાવે છે. ત્યારબાદ મલ્ટી સિસ્ટમ ઓપરેટરો (MSOs) આ સિગ્નલ્સને ડાઉનલોડ કરી અને તેમને સ્થાનિક કેબલ ઓપરેટરોને/Local Cable Operators – LCOs પાસ-ઓન કરે છે. LCOs પછી  તેમને ઓપ્ટીકલ કેબલ કે અન્ય પ્રકારના કેબલ દ્વારા ગ્રાહકોના ઘર સુધી પહોચાડે છે .
તાતા સ્કાઈ પ્રકારના ડીટીએચ મોડેલમાં MSO અને ગ્રાહક વચ્ચે મધ્યસ્થી – એટલે કે LCOs –  રાખવાની જરૂરીયાત દૂર થાય છે.  ડીટીએચ સેવાના ગ્રાહકો તેમના ઘરની છત પર નાની ડીશ ફીટ કરાવે છે   અને MSO દ્વારા મોકલાયેલ સિગ્નલ્સ ડાઉનલોડ કરે છે. ઘરમાં ટીવી પાસે રહેલુ બોક્સ સેટ-ટોપ બોક્સ એનક્રિપ્ટ કરેલા ડીજીટલ સિગ્નલને ડીક્રીપ્ટ કરવાનું – એટલે કે સમજવાનું – કામ કરે છે અને આવી રીતે    દર્શકો તેમની પસંદગીની ચેનલો જોઈ શકે છે.
ડીટીએચ સિગ્નલસની આપ-લે વાયરલેસ ટેકનોલોજી મારફતે કરવામાં આવે છે અને આ સિસ્ટમ ડિજીટલ છે. આઇપીટીવી બ્રોડબેન્ડ ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે અને એ પણ ડિજિટલ છે.
set-top-box
પણ શા માટે બધું ડિજિટાઇઝ કરવું?
સરકાર અને અમુક સંસ્થાઓ માટે એનાલોગ (ડીજીટલ નહિ એવી) સિસ્ટમ્સની  ઘણી મર્યાદાઓ છે. જેમ કે , એકઝેટલી કેટલા ઘરોમાં કેબલ સેવા છે તે જાણવું મુશ્કેલ છે. વાસ્તવિક સંખ્યા  માત્ર સ્થાનિક કેબલ ઓપરેટરોને –  જે બિલની રકમ ભેગી કરવાના એજન્ટ તરીકે પણ કામ કરે છે -જ ખયાલ હોય છે. ટ્રાઈ /TRAI  – ટેલિકોમ નિયમનકારે  ફરજિયાત હતું કે કેબલ ઓપરેટરોને મળેલી આવકની બ્રોડકાસ્ટર્સ MSOs, અને LCOs વચ્ચે 45:30:25 પ્રમાણે વહેચણી કરવાની રહેશે. પરંતુ 2010માં ફીકકી/FICCI  અને મૅનેજમેન્ટ કન્સલ્ટન્સી કેપીએમજીના/KPMG  દ્વારા પ્રકાશિત એક અહેવાલ અનુસાર, રૂ 19.400 કરોડ જેટલી કુલ રકમ કેબલ ગ્રાહકો પાસેથી એક્ઠી  કરવામાં આવી પરંતુ આ રકમના માત્ર આશરે 20 ટકા જેટલી રકમ કેબલ ઓપરેટર્સ દ્વારા જાહેર કરવામાં આવી હતી.
ઘણા MSOs જાહેરાતની આવકના અભાવે માત્ર કેબલ ઓપરેટર્સ દ્વારા મળતા પોતાના 45% પર આધાર રાખતા હોય છે. આવ સંજોગોમાં ડીજીટાઈઝેશન થતા સાચા આકડાનો ખયાલ આવશે જેથી તેમની આવકમાં નોંધપાત્ર વધારો થશે.
ગ્રાહકોને કોઈ રીતે લાભ છે ખરો?
વેલ, આમ જોઈએ તો ગ્રાહકો માટે કોઈ ખાસ લાભ છે નહિ. હા, સારી ક્વોલીટીનું દ્રશ્ય અને સાઉંડ સંભાળવા મળે તે ફાઈડો ખરો. બીજો એક લાભ એ પણ મળે કે, એનાલોગ કેબલ 100-150 ચેનલનું વહન કરી શકે જયારે ડીજીટલ મેથડથી લગભગ 500 જેટલી ચેનલ્સ એકસાથે ઘરમાં આવી શકે. પણ આની સામે સેટ-ટોપ બોક્સ વસાવવાનો ખર્ચો અને તેના માસિક ભાવમાં થઇ શકતો એકતરફી વધારો આર્થિક બોજો વધારી શકે છે.
અને છેલ્લે:
ડીજીટાઈઝેશનથી કેટલા લોકો કઈ ચોક્કસ પ્રકારનો પ્રોગ્રામ કયા સમયે જુવે છે (કે નથી જોતા) તેના વાસ્તવિક આકડાઓ (ટીઆરપી) મળી શકશે. પછી ભવિષ્યમાં બહુમતી દર્શકોને ધ્યાનમાં રાખીને એક-સરખા બીબાઢાળ પ્રોગ્રામ્સની લહાણી કરવા દરેસ્ક ચેનલ્સ તૈયાર રહેશે. –અને આ બધામાં કોઈ સારો પ્રોગ્રામ માણતા ઓછી સંખ્યામાં રહેલ દર્શકો લઘુમતિમાં આવી જઈ શકે !
માહિતી:
આજના સમાચાર મુજબ રાજ્યના ચાર શહેરોના કેબલ ટી.વી. ધારકોને વચગાળાની રાહત આપતા હાઇકોર્ટે ફરજિયાત સેટટોપ બોક્સના કાયદાના અમલીકરણ માટેના જાહેરનામા પર ૮મી એપ્રિલ સુધીનો મનાઇહુકમ ફરમાવ્યો છે. જસ્ટિસ આર.એચ. શુક્લાએ આ મામલે કેન્દ્ર સરકારના આસિસ્ટન્ટ સોલિસિટર જનરલને જરૂરી માહિ‌તી મેળવવાનો આદેશ કરી કેસની વધુ સુનાવણી ૮મી એપ્રિલ પર મુલતવી કરી છે.
હાઇકોર્ટે આદેશ કરતાં નોંધ્યું હતું કે,’આ મામલે તથ્યોને ધ્યાન પર રાખતા અને મદ્રાસ હાઇકોર્ટ, બોમ્બે હાઇકોર્ટના આદેશો તથા કેન્દ્ર સરકારના તા. ૨૧મી જૂન ૨૦૧૨ના જાહેરનામાને ધ્યાનમાં રાખતા જણાઇ આવે છે કે પ્રથમ તબક્કામાં ૪ મેટ્રો શહેરોમાં અમલીકરણની મર્યાદા ૪ માસ વધારાઈ હતી. તેથી તે ન્યાયના હિ‌તમાં રહેશે કે આસિસ્ટન્ટ સોલિસિટરે જનરલે માહિ‌તી લેવા માટે જે સમય માંગ્યો છે, તે આપવામાં આવે.’
line

કોલેજ કેમ્પસમાં ‘લવ રીલેશનશીપ’

થોડા સમય પહેલા એક મેનેજમેન્ટ સ્કુલની એન્ટ્રન્સ ટેસ્ટમાં શ્રોતા તરીકે જવાનું થયું. મેનેજમેન્ટના કોર્સમાં એડમીશન માટેઅલગઅલગ પ્રકારના ઇન્ટરવ્યુમાંથી પસાર થવું પડે. ગ્રુપ ડિસ્કશન એ આખી પ્રક્રિયાનો એક મહત્વનો ભાગ છેગ્રુપ ડિસ્કશન એટલે દસબાર વ્યક્તિઓના સમૂહ વચ્ચે કોઈ એક મુદ્દે થતી ચર્ચા

મેં જોયેલ ગ્રુપનો ટોપિક હતો કોલેજ કેમ્પસમાં લવ રીલેશનશીપએલાઉડ હોવી જોઈએ કે નહિ.

love-cartoon-300x236

એક રીતે જોઈએ તો કોઈ વ્યક્તિ વેજીટેરીયન હોય તેને નોનવેજ ડીશનો સ્વાદ પૂછવા જેવું ગણાય. કારણ જેમણે હજુ કોલેજ કેમ્પસમાં પ્રવેશવાનું છે તેમને શું ખબર કે કેવું હોય કોલેજ કેમ્પસ અને કેવી હોય તેમાં લવ રીલેશનશીપ‘ ?!

થોડા શરમાળ (એટ લીસ્ટ દેખાવમાંઅને થોડા વાચાળ  એવા વિદ્યાર્થીઓના ગ્રુપે પોતાના વિચારો રજુ કરવાનું ચાલુ કર્યું. સાથે સાથે હું પણ આ મુદ્દે મનમાં વિચારતો રહ્યો. વિચાર પછી મળેલા થોડા મુદ્દાઓ અહિયાં શેર કરું છું :

સૌથી પહેલા તો લવ તો શું કોઈ પણ પ્રકારની રીલેશનશીપ એટલે કે સંબંધ એ પ્રેમથી થતી વસ્તુ છે પરમીશનથી નહિ. અપવાદ આમાં પણ છે જ જેમ કે: ધંધાકીય કે વ્યવસાયિક સંબંધો.હવે જે સંબંધમાં બહારના તંત્રની  પરમીશનની કોઈ ભૂમિકા જ ન હોય તેમાં તેને એલાઉ કરવાનો કે ન કરવાનો પ્રશ્ન હોય ખરો?

બીજું, માની લો કે કોલેજમાં કે કોઈ એકેડમીમાં આવનાર દરેક વ્યક્તિ કારકિર્દીના ઘડતરરૂપ અભ્યાસ અર્થે આવે છે. પણ કારકિર્દી આખરે છે તો જીવનનો જ એક ભાગ. મહત્વનો પણ એક ભાગ માત્ર. તો પછી શું કોલેજ કેમ્પસને પાઠ્યપુસ્તકીય અભ્યાસની બહાર કશું શીખવા માટે કશું એક્સ્પેરીમેન્ટ કરવા માટે ઉપયોગ ન કરી શકાય?

બે સમજુ વ્યક્તિઓ વચ્ચે જો લવ રીલેશનશીપથાય તો સમાન પ્રોફેશનમાં હોવાના કારણે બંનેને શું કરવુંતે માટેની એક બીજાની મદદ મળી રહે. અને જો (બંનેની કે બેમાંથી એકનીસમજણ વિકસવાની બાકી હોય તેવી વ્યક્તિઓ વચ્ચે લવ રીલેશનશીપથાય તો બંનેને શું ન કરવુંતે શીખવા મળે

કારકિર્દીનો, સમયનો કે પૈસાનો બગાડ તે કહેવાતી લવ રીલેશનશીપહોય તો થાય જ અને ના હોય તો ન જ થાય તેવું કઈ છે નહિ. આ બધાના વ્યય માટે કોલેજ કેન્ટીનનું હોવું પુરતું છે. જે દરેક કોલેજ માં હોય જ છે.

અંતમાં એટલું જ કે સંસ્થાના નિયમો, એકેડેમિક પરફોર્મન્સ કે પછી વ્યક્તિની અંગત મરજી, આ બધું કે આમાંનું કઈ પણ જોખમાય તેવું દરેક કોલેજ કેમ્પસમાં નોટએલાઉડ. બાકી નિયમના ભાગ રૂપે પ્રતિબંધની વ્યાખ્યામાં  કોઈ પણ સંબંધ કે સંબંધ વિકસવાની શક્યતા આવરી શકાય નહિ.

line
Google+

સૌને માટે રાજકારણનું સામાન્ય જ્ઞાન

રાજકારણનું પાયાનું જ્ઞાન સૌને મળે તેવા આશયથી ‘લોકમિલાપ’ ભાવનગર દ્વારા ‘સૌને માટે રાજકારણનું સામાન્ય જ્ઞાન’ નામે પુસ્તિકા બહાર પાડવામાં આવેલ છે. લોકશાહી આમ જોઈએ તો આપણે માટે છ-સાત દાયકા જેટલી જ નવી વાત છે. આપણે ત્યાં એ આવી છે બ્રિટન અને અમેરિકામાંથી.વિનામુલે વહેચાતી આ પુસ્તિકામાં સમાજને માર્ગદર્શક તેવા વિચારો મુકેલા છે. 

 • તમામ સરકારો અનિષ્ટ જ છે. ઉત્તમ સરકાર એ કે જે ઓછામાં ઓછું શાશન કરે.
 • કોઈ પણ માણસ આપમેળે એક ખરાબ કાયદાનો ભંગ કરવા નીકળે, તો સારા કાયદાનો ભંગ કરવાનો પરવાનો તે બીજા બધાને આપે છે.
 • આખાયે ઝાડની મૂંગી જાણ વિના એક પાંદડું પણ જેમ પીળું પડતું નથી, તેમ આપણા બધાની છુપી ઈચ્છા વગર પાપી પોતાનું પાપ આચરી શકતો નથી.
 • બીજાની મહેનતના ફળ પર જીવવાની માણસની ઈચ્છા એ આ જગતના પાપનું મૂળ છે.
 • કેળવણીએ એવો એક જંગી સમૂહ પેદા કર્યો છે જેને વાંચતા આવડે છે, પણ વાંચવા જેવું શું છે તે પારખતાં નથી આવડતું.
 • શિક્ષણ પ્રજાને સહેલાઈથી દોરી શકાય તેવી, પણ હાંકવામાં મુશ્કેલ એવી બનાવે છે; તેની પર સહેલાઈથી શાશન ચલાવી શકાઈ તેવી, પણ ગુલામ બનાવવી અશક્ય કરી મુકે છે.
 • દરેક દેશને તેને લાયક સરકાર મળી રહે છે.
 • સ્વતંત્રતા એટલે આપના કરતા જુદા વિચાર ધરાવનાર માનવીની સ્વતંત્રતા.
 • જે અપરંપાર લોકો ગરીબ છે તેને જો મિક્ત સમાજ સહાય નહિ કરી શકે, તો જે થોડા ધનવાન છે તેને એ બચાવી નહિ શકે.
 • આખી માનવજાત એકમત હોય અને એક જ આદમી તેનો વિરોધી મત ધરાવતો હોય તો એને બોલતો બંધ કરવાનું મનુષ્ય જતી માટે એટલું જ વ્યાજબી ગણાય, જેટલું એ એકલ માણસ માટે એની પાસે તાકાત હોય તો આખી માણસજાતની જબાન બંધ કરવાનું વ્યાજબી ઠરે.
 • રાજકારણ અને યુદ્ધનો અભ્યાસ મારે કરવો જોઈએ જેથી મારા સંતાનોને ગણિત અને તત્વજ્ઞાનનો અભ્યાસ કરવાની સ્વતંત્રતા મળે.
 • તમામ યુગોમાં પુજારીને નામે ઓળખાતા દમ્ભીઓ એ રાજા ગણાતા ચોર લુટારાને શિરે મુગટો પહેરાવેલા છે.
 • દુનિયામાં સૌથી મોટી ભ્રમણાઓમાની એક છે એવી આશા કે અનિષ્ટોનું નિવારણ કાયદા ઘડવાથી થઇ જશે.
 • લોકપ્રિય સરકાર હમેશા સારી સરકારની ખાતરી આપશે તેવું હજુ સાબિત થયું નથી.
 • આપ્ને જેને ધીક્કારીયે છીએ તેની સ્વતંત્રતા જયારે આપણે છીનવી લઈએ છીએ, ત્યારે જેને આપણે ચાહિયે છીએ તેમની સ્વતંત્રતા હરાઈ જવાનો રસ્તો આપને ખુલ્લો કરીએ છીએ.
 • બે અનિષ્ટોમાંથી જે નાનું લાગે એ તમે પસંદ કરો ત્યારે પણ એટલું યાદ રાખજો કે તે અનિષ્ટ તો છે જ.
સંપર્ક:
લોકમિલાપ 
પોસ્ટ બોક્ષ 23
સરદારનગર,ભાવનગર 364001
ફોન : (0278) 256 6402
ઈ-મેઈલ : lokmilap@gmail.com
line
YOU MAY ALSO LIKE:

Google+

બુક-શેલ્ફ : આકંઠ અશ્વિની

છેલ્લા ઘણા સમયથી ઈચ્છા હતી તે આજે પૂરી થઇ છે – થેન્ક્સ ટુ બુક્સ-ઓન-ક્લિક.
અશ્વિની ભટ્ટના પુસ્તકોનો કોમ્બો-પેક મંગાવેલો જે આવી ગયો છે. ઘણી મોટી રકમની કેશ-ઓન-ડીલીવરી અને તે પણ ગુજરાત બહાર ઝડપથી કરી આપવા બદલ ને ફુલ્લ માર્કસ !

અશ્વિની ભટ્ટના પુસ્તકોનો કોમ્બો-પેક

અશ્વિની ભટ્ટના પુસ્તકોનો કોમ્બો-પેક

કોમ્બો-પેક માં આવેલ પુસ્તકોનું લીસ્ટ:

1. આખેટ (ભાગ : 1-2-3)
2. આયનો
3. અંગાર
4. અર્ધી રાતે આઝાદી
5. આશકા માંડલ
6. ફાંસલો
7. કમઠાણ
8. કરામત
9. કટિબંધ (ભાગ : 1-2-3)
10. નીરજા ભાર્ગવ
11. ઓથાર
12. શૈલજા સાગર
13. લજ્જા સન્યાલ
14. The Guns of Navarone
15. The Last Frontier

— અને હવે ચાલુ થશે એક પછી એક પુસ્તકોને આકંઠ પીવાનો રોમાંચ.

line

બુક શેલ્ફ – Talent Is Overrated

તમે એવા  લોકોને મળ્યા જ હશો જે લોકો કશું પણ કરે તેમાં સફળ જ થાય.  શા કારણે તેઓ દરેક કામને સફળતાપૂર્વક પાર પાડી શકતા હશે? શું રહસ્ય હશે તેમની આ સફળતાનું ? ટેલેન્ટ? કે પછી નસીબ? કે બંને?

આપણને લાગે કે આપણે જવાબ  જાણીએ છીએ. પણ મોટે ભાગે આપણને આ પ્રશ્નનો સાચો જવાબ ખબર નથી હોતી.
પ્રશ્નનો વૈજ્ઞાનિક ઉકેલ સમજાવે છે, ‘ટેલેન્ટ ઈઝ ઓવરરેટેડ’ નામના પોતાના પુસ્તકમાં લેખક જ્યોફ કોલ્વીન/Geoff Colvin.
અદ્ભુત કાર્યક્ષમતા વિષેના ઊંડા સંશોધન અને વિશ્વકક્ષાના સફળ વ્યક્તિઓ સાથેની પોતાની મુલાકાતોના અર્ક રૂપ આ પુસ્તકમાં લેખક ઘણા એવા મુદ્દાઓ પ્રત્યે ધ્યાન દોરે છે જે પરંપરાગત અને (તેથી) પ્રચલિત માન્યતાઓથી અલગ સાબિત થાય.
Talent Is Overrated (By: Geoff Colvin)

Talent Is Overrated (By: Geoff Colvin)

અગિયાર પ્રકરણોના આ પુસ્તકનો કેન્દ્રનો સુર એવો છે કે : સફળ થવા માટે ‘લાખોમાં એક’ પ્રકારની કોઈ નૈસર્ગિક બક્ષિશની જરૂર હોતી નથી’. જરૂર હોય તો બસ ……

 

…જવાબ જાણવા માટે 226 પાનાનું આ મજાનું પુસ્તક વાંચવું જ રહ્યું.

 

પુસ્તક વાંચવાની ઈચ્છા છે? ફ્લીપકાર્ટ પર ઉપલબ્ધ છે .

line
બુક-શેલ્ફ સીરીઝના અન્ય બુક-રિવ્યુઝ :

 

Follow

Get every new post delivered to your Inbox.

Join 1,415 other followers