રાજકારણનું પાયાનું જ્ઞાન સૌને મળે તેવા આશયથી ‘લોકમિલાપ’ ભાવનગર દ્વારા ‘સૌને માટે રાજકારણનું સામાન્ય જ્ઞાન’ નામે પુસ્તિકા બહાર પાડવામાં આવેલ છે. લોકશાહી આમ જોઈએ તો આપણે માટે છ-સાત દાયકા જેટલી જ નવી વાત છે. આપણે ત્યાં એ આવી છે બ્રિટન અને અમેરિકામાંથી.વિનામુલે વહેચાતી આ પુસ્તિકામાં સમાજને માર્ગદર્શક તેવા વિચારો મુકેલા છે.
- તમામ સરકારો અનિષ્ટ જ છે. ઉત્તમ સરકાર એ કે જે ઓછામાં ઓછું શાશન કરે.
- કોઈ પણ માણસ આપમેળે એક ખરાબ કાયદાનો ભંગ કરવા નીકળે, તો સારા કાયદાનો ભંગ કરવાનો પરવાનો તે બીજા બધાને આપે છે.
- આખાયે ઝાડની મૂંગી જાણ વિના એક પાંદડું પણ જેમ પીળું પડતું નથી, તેમ આપણા બધાની છુપી ઈચ્છા વગર પાપી પોતાનું પાપ આચરી શકતો નથી.
- બીજાની મહેનતના ફળ પર જીવવાની માણસની ઈચ્છા એ આ જગતના પાપનું મૂળ છે.
- કેળવણીએ એવો એક જંગી સમૂહ પેદા કર્યો છે જેને વાંચતા આવડે છે, પણ વાંચવા જેવું શું છે તે પારખતાં નથી આવડતું.
- શિક્ષણ પ્રજાને સહેલાઈથી દોરી શકાય તેવી, પણ હાંકવામાં મુશ્કેલ એવી બનાવે છે; તેની પર સહેલાઈથી શાશન ચલાવી શકાઈ તેવી, પણ ગુલામ બનાવવી અશક્ય કરી મુકે છે.
- દરેક દેશને તેને લાયક સરકાર મળી રહે છે.
- સ્વતંત્રતા એટલે આપના કરતા જુદા વિચાર ધરાવનાર માનવીની સ્વતંત્રતા.
- જે અપરંપાર લોકો ગરીબ છે તેને જો મિક્ત સમાજ સહાય નહિ કરી શકે, તો જે થોડા ધનવાન છે તેને એ બચાવી નહિ શકે.
- આખી માનવજાત એકમત હોય અને એક જ આદમી તેનો વિરોધી મત ધરાવતો હોય તો એને બોલતો બંધ કરવાનું મનુષ્ય જતી માટે એટલું જ વ્યાજબી ગણાય, જેટલું એ એકલ માણસ માટે એની પાસે તાકાત હોય તો આખી માણસજાતની જબાન બંધ કરવાનું વ્યાજબી ઠરે.
- રાજકારણ અને યુદ્ધનો અભ્યાસ મારે કરવો જોઈએ જેથી મારા સંતાનોને ગણિત અને તત્વજ્ઞાનનો અભ્યાસ કરવાની સ્વતંત્રતા મળે.
- તમામ યુગોમાં પુજારીને નામે ઓળખાતા દમ્ભીઓ એ રાજા ગણાતા ચોર લુટારાને શિરે મુગટો પહેરાવેલા છે.
- દુનિયામાં સૌથી મોટી ભ્રમણાઓમાની એક છે એવી આશા કે અનિષ્ટોનું નિવારણ કાયદા ઘડવાથી થઇ જશે.
- લોકપ્રિય સરકાર હમેશા સારી સરકારની ખાતરી આપશે તેવું હજુ સાબિત થયું નથી.
- આપ્ને જેને ધીક્કારીયે છીએ તેની સ્વતંત્રતા જયારે આપણે છીનવી લઈએ છીએ, ત્યારે જેને આપણે ચાહિયે છીએ તેમની સ્વતંત્રતા હરાઈ જવાનો રસ્તો આપને ખુલ્લો કરીએ છીએ.
- બે અનિષ્ટોમાંથી જે નાનું લાગે એ તમે પસંદ કરો ત્યારે પણ એટલું યાદ રાખજો કે તે અનિષ્ટ તો છે જ.
સંપર્ક:
લોકમિલાપ
પોસ્ટ બોક્ષ 23
સરદારનગર,ભાવનગર 364001
ફોન : (0278) 256 6402
ઈ-મેઈલ : lokmilap@gmail.com
YOU MAY ALSO LIKE:

પસંદ કરેલું નાનું અનિષ્ટ ભલે અનિષ્ટ હોય તો પણ તે ઉતરોતર સારી સરકાર તરફ દોરી જશે.