‘સબ-વે’ સેન્ડવીચ વિશેના એક સમાચાર – આ આ અને આ
બન્યું એવું કે, (મારા જેવા પણ કદાચ વધારે જાગૃત) સબ-વે સેન્ડવીચના શોખીન એવા ઓસ્ટ્રેલીયાના મેટ કોરબી એ સબ-વેની પ્રખ્યાત ‘ફૂટ-લોંગ’ સેન્ડવીચનો એક ફોટો તેનું માપ કાઢીને ફેસબુક પર મુક્યો. નામ પ્રમાણે શબ્દાર્થમાં અને કંપનીના દાવા પ્રમાણે સબ-વે ‘ફૂટ-લોંગ’ એ એક ફૂટ લાંબી એવી સેન્ડવીચ છે. જયારે ઓસ્ટ્રેલીયાના પેલા માર્ક કોરબી એ કરેલ સેન્ડવીચની લંબાઈ કેટલી થઇ? જુઓ આ ફોટો:
અગિયાર ઇંચ. એટલે કે એક ઇંચ ઓછી. એક ફૂટ એટલે કે પુરા બાર ઇંચ લાંબી સેન્ડવીચ હોવાનો દાવો કરતી સબ-વેની ‘ફૂટ-લોંગ’ પ્રોડક્ટ લોકોના રડારમાં આવી ગઈ. અને એ પછી તો ઇન્ટરનેટ પર ફોટોગ્રાફ્સનો મારો ચાલ્યો છે. પરિણામ રૂપે સબ-વે કંપનીએ માફી માંગી છે અને ‘ફરી પાછુ આવું નહિ થાય’ તેવી ખાતરી પણ આપી છે.
આમ તો કોઈ જ રીતે સરખામણી શક્ય નથી પણ, એક ઇંચ ઓછી સેન્ડવીચ અને તેના માટે લોકોનું આટલું કન્સર્ન (નિસ્બત) જોઈએ ત્યારે લાગે કે એક-એક ઇંચ સરઝમીનની રક્ષા કરતા ફૌજના જવાનોના જીવનના ભોગ પછી મેળવેલી (કે બચાવેલી) જમીન જયારે દુશ્મનને સહર્ષ સુપ્રત કરી દેવામાં આવે ત્યારે તેમને શું થતું હશે?!
સવાલ સરખામણીનો નથી – જાગરૂકતાનો છે!
YOU MAY ALSO LIKE:

એક ઈંચ સેન્ડવીચ માટે હોબાળો મચાવનારા જે બાબતે તેમને કશું લાગતું વળગતું ન હોય તેવે વખતે આરામથી સેન્ડવીચ ખાધા કરતાં હશે. માણસ ત્યારે જ જાગે છે જ્યારે પગ નીચે રેલો આવે છે.
બાળપણમાં સાંભળેલી વાર્તા યાદ આવે છે?
ટુંકમાં કહું.
એક બાળકને કહ્યું કે તારે કમાઈને ૨૫ પૈસા લાવવાના છે. પહેલા દિવસે દાદીમાએ આપ્યાં તેના બાપે ચુલામાં નાખી દીધા તો કાઈ ન બોલ્યો. બીજા દિવસે તેની બાએ આપ્યાં તેના બાપે ચુલામાં નાખી દીધા તો કાઈ ન બોલ્યો. ત્રીજા દિવસે આખો દિવસ મહેનત કરીને કમાઈને લાવ્યો. તેનો બાપ ચુલામાં નાખવા ગયો તો રાડા રાડ કરી મુકી કે બાપા મારી મહેનતના પૈસા છે.
જ્યાં સુધી પુરુષાર્થ વગર કશું પ્રાપ્ત થાય ત્યાં સુધી તેની કશી કીંમત નથી. કોઈકે કરેલા પુરુષાર્થને વેડફી નાખવો સહેલો છે જ્યારે મનુષ્ય જાતે પુરુષાર્થ કરે ત્યારે જ તેનાથી ઉત્પન્ન થતાં ફળની કિંમત હોય છે.
અતુલ અંકલ,
એકદમ સાચી વાત.
તમે આવ્યા અને મનની વાત શેર કરી એ ગમ્યું.
સાઇઝ ડઝ મેટર!!
અને એક વાર સાઈઝ ‘મેટર’ થયા પછી .. સેન્ટીમેન્ટ !
ફૌઝના જવાનોને રાડારાડ કરવી છે, પણ શિસ્ત એ તેના મોં બંધ કરી રાખ્યા છે. શું થાય ?
‘સ્વાભિમાન’ જેવું કંઈક આવે તો થાય !