વીતેલું વર્ષ ૨૦૧૨ – ૧

Citius, Altius, Fortius !
(મૂળ લેટીન શબ્દોનું અંગ્રેજીFaster, Higher, Stronger)

‘ફાસ્ટર, હાયર, સ્ટ્રોંગર’ એવા કર્ણભેદી નારા સાથે શરુ થયેલા લીપવર્ષીય રમત મેળાવડા – ઓલિમ્પિક્સ -  પર વર્ષારંભથી જ પુરતું ફોકસ રહ્યું. સગવડતાપૂર્વક ભુલાયેલ કલમાડી-વિવાદ અને ભારતના નોંધ લેવી પડે તેટલા અને તેવા  દેખાવના કારણે આપણને પણ ઉજવણીનું ઉંજણ મળી ગયું. (કશા વળતરની અપેક્ષા વિના પેઈડ મીડિયા નોંધ લે તે પણ નોંધપાત્ર ‘ઘટના’ જ ગણાય).

રમત-ગમત વિષે વાત હોય ત્યારે લાન્સ આર્મસ્ટ્રોંગ ડોપિંગ વિવાદ યાદ આવ્યા સિવાય રહે નહિ. કેન્સર સામેની તેની લડત અને ‘લીવસ્ટ્રોંગ’ની  વ્યાપક હાજરી છતાં લગભગ અક્ષમ્ય કહી શકાય તેવા કાયદાના ભંગ બદલ આર્મસ્ટ્રોંગએ મેડલ્સ પરત કરવા પડ્યા.

ડોપિંગ જેટલો જ વધુ મહત્વનો બીજો વિવાદ ટેકનોલોજી વિશ્વમાં ’પેટન્ટ’ અંગેનો રહ્યો. સ્કૂલી બાળકોના હોમ-વર્ક કોપી કરવાના ગુના પ્રકારનો. એપલ જયારે વિશ્વનો ‘મોસ્ટ સક્સેસફૂલ’ મોબાઈલ  આઈ-ફોન લોન્ચ કરી રહ્યું હતું ત્યારે તેની સાથે સેમસંગ પેટન્ટ વિશેનો વિવાદ પણ જોડાયેલ હતો.

એક બાજુ એપલ વોર ચાલુ હતું તો તેની સાથે ઓબામાં-રોમની પણ અમેરિકી પ્રમુખપદ માટે ‘એડીચોટીનું જોર’ (કર્ટસી:  ચુંટણી સમાચાર છાપતા ગુજરાતી છાપાઓ) લગાવી રહ્યા હતા. –અને આવેલ પરિણામ મુજબ અમેરિકા અને વિશ્વને ઓબામા વર્ઝન 2.0 જોવા મળ્યું. સોફ્ટવેર જેમ જ ઓબામાના નવા વર્ઝન પાસેથી નવા ફીચર્સની અપેક્ષા રહેલ છે.

વીતેલા વર્ષની વાત માં નવા વર્ષનો અને નવું વર્ષ આવે એટલે ‘ન્યુ યર રીઝોલ્યુશન’ નો ઉલ્લેખ તો થવાનો જ. તો આ વર્ષે એક એવું નામ આપીએ એ ઈચ્છાને એ વિચારને એ આશાને  જેમાં અધુરાશ માં પણ મધુરાશ હોય. જે મળે તો કશુક હાંસિલ કર્યા નો પણ જો ના મળે તો પ્રયત્ન કર્યા નો આંનદ મળે. આમ પણ આનંદ જ તો શાસ્વત છે – આનંદ મરા નહિ ક્યુકી આનંદ મરતે નહિ.

બસ, દુનિયાની આટલી જ વાત – હવેની વાતો દેશની અને દેશ-ગુજરાતની.

YOU MAY ALSO LIKE:

Google+

About these ads

2 Responses

  1. ‘માયા કેલેન્ડર’ રહી ગયું ?

  2. [...] વીતેલું વર્ષ ૨૦૧૨ – ૧ [...]

તમારો પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 1,385 other followers

%d bloggers like this: