(કથિત) સરકારી મોબાઈલ યોજના : બાતો બાતો મૈં

એક જોક યાદ આવે છે.
એક વાર એક સરદારજી  ના પુત્ર ના પેટ માં જીવતો વંદો ચાલ્યો ગયો. સરદારજી ની પત્ની ચિંતાતુર થઈ ને સરદારજી ને કહેવા લાગ્યા કે હવે શું કરીશું? 

સરદારજી એ ઠંડક થી જવાબ આપ્યો  - ‘લે, એમાં શું ! એને વંદા મારવાની દવા પીવરાવી દે ! વંદો મરી જશે’
રોજ ની કામની રોજ કરતા પરિવાર ને રોજે રોજ રમવાનું રમકડું મળી રહ્યું છે. ગરીબી રેખાથી નીચે / બીલો પુવર્ટી લાઈન (BPL ) રહેલા આમ-આદમી ને મોબાઈલ ફોન આપવાની કથીત યોજના જો જાહેર થાય તો શું? અને ના થાય તો શું? તોડી કવાયત :
- મોબાઈલ એ લક્ઝરી નહિ પણ જરૂરિયાત છે. સાચી વાત. ખાસ કરી ને એમના માટે કે જે લોકો ને મુસાફરી કરવાનું અને કામ માટે ઘરથી દુર રહેવાનું બનતું હોય.
- BPL પરિવારો માં કામ ને કારણે સ્થળાંતર વધી રહ્યું છે એ પણ સાચી વાત. પણ સરકાર માટે સારા રસ્તા, ખોરાક, ઈલેકટ્રીસીટી અને અન્ય મૂળભૂત જરૂરિયાત ની પ્રાયોરીટી આગળ જ રહેવી જોઈએ.
- હાલ માં લગભગ ૧૬ જેટલી યોજનાઓ ઓલરેડી BPL પરિવારો માટે (કાગળ પર) અમલ માં છે. આવે વખતે એમ થાય કે – આકર્ષક યોજનાઓ અગત્યની કે પછી તેનું અમલીકરણ (હાલ માં થાય છે તેને અમલદાર માલદારીકરણ કહી શકાય !)
- મણી શંકર ઐયર ની વાત ખોટી નથી – ‘કોર્પોરેટ્સ ને અપાતી રાહત ૨ લાખ કરોડ [જો] હોય તો આ તો ‘માત્ર’ ૭ હજાર કરોડ છે’ જે લાખો લોકો ને ટેકનોલોજી થી ‘એમ્પાવર’ કરે છે !
- રાજકીય પક્ષો તો પોતાના સ્વાર્થ માટે મોબાઈલ કંપની ઓ પણ લાભ કરાવે અને BPL પરિવારો ને મોબાઈલ આપી ને લાભ કરાવે. એમને બહુ સંભાળવા જેવું રહ્યું નથી.
મીડિયા ના કહેવા પ્રમાણે સ્વતંત્રતા દિવસે આ જાહેરાત થાય ત્યાં સુધી મોબાઈલ નો ખેલ જોયે રાખવા સિવાય કશું થઈ શકે એમ છે નહિ.
About these ads

2 Responses

  1. અરે ભાઈ આ તો મેજીક મોબાઈલ હશે ! જાદુઈ ચિરાગ જેવો ! જે માંગો તે હાજર કરી દેશે ! ગરીબોની ગરીબી કાયમ માટે વિદાય થઈ ગઈ સમજો ! રાજ કોનું છે ? સોનીયામાજીનું-મનમોહનસિંઘનું અને પેલા 35 લાખના ટોયલેટ વાપરનારાઓનું. ગરીબી ગઈકાલની વાત બની સમજો !

    1. અરવિંદ ભાઈ : બહુ માર્મિક વાત કરી આપે. હસવું કે રસવું કે હસતા હસતા રડવું એ સમજાતું નથી.
      આમ આદમી ના હાથ માં ફોન આવે ના આવે – આમ આદમી ની સાથે રહેલા પંજા માં જરૂર કશું આવશે !

તમારો પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 1,385 other followers

%d bloggers like this: