લાગે છે કલિયુગ માં માત્ર એક જ ‘ધર્મ’ રહ્યો છે – કરિયર માં બધું જ હાંસિલ કરી લેવાનું !
ઓફીસ માં કામ કરતા માતા-પિતા – વર્કિંગ પેરેન્ટ્સ – પોતાના બાળકો ને લગભગ મળી જ નથી શકતા, પતી-પત્ની એક-બીજા સાથે બહુ જ ઓછો સમય વિતાવી શકે છે, જુવાનીયાઓ જાણે ઓળખતા જ ના હોય એમ સાથે રહેતા હોય છે. મિત્રો, જયારે કોઈ પોતાની સફળતા નો શ્રેય પોતાના પરિવાર ને અને કુટુંબીજનો ને આપે છે ત્યારે થોડું અજુગતું લાગે છે, કારણકે ઘણીવાર સફળતા ની એ સફર માં વ્યક્તિ ક્યારેક પોતાના એ જ પરિવાર ને પાછળ છોડી દેતો હોય છે.
તો પછી કેવી રીતે કરવું વર્ક-લાઈફ બેલેન્સ?
આ સવાલ નો જવાબ અશોક બેન્કર (રામાયણ સીરીઝ વાળા) પોતાની હાલ માં જ બહાર પડેલી નોન-ફિક્શન, ‘ઘ વાલ્મીકી સિન્ડ્રોમ’, માં આપે છે. પૂરનો અને વાર્તાઓ માંથી સંદર્ભ લઇ ને એક નવા જ દ્રષ્ટિકોણ સાથે અશોકે આ વખતે વાર્તા કહેવાની કળા પર હાથ અજમાવ્યો છે. રોજ-બરોજ ના જીવન માં આવતી દ્વિધાઓ સામે ટક્કર લેવા માટે ડાકુ રત્નાકરણ, કે જે લોકો ને લુટી ને પોતાનું અને પરિવારનું જીવન ચલાવતો હતો, જે પછીથી વાલ્મીકી ઋષિ બને છે નું ઉદાહરણ ટાંકતા અશોક આપણ ને સમજાવે છે કે, પર્સનલ અને પ્રોફેશનલ પ્રાયોરીટીઝ અલગ કેવી રીતે પાડવી.
એક મિનીટ – તમને જો લાગતું હોય તો હું પહેલા કહી દઉં કે, આ “પાવર ઓફ ” કે “સિક્રેટ ઓફ ” કે “સફળ થવાની ૨૧ રીતો” પ્રકાર ની બુક છે જ નહિ. અને આ વાત લેખક પોતે જ પ્રસ્તાવના માં કબુલ કરે છે. આ કોઈ સેલ્ફ-હેલ્પ પ્રકાર ની ઉપદેશક બુક નથી. આ એક વાર્તાઓ અને તેમાંથી મળતા બોધ નો સંગ્રહ છે.
લેખક લખે છે (અને વાંચી ને મને આનંદ થયો હતો) કે, જેમ કામસૂત્ર એ કઈ નવ-શીખાઉ માટે નો ક્રેશ કોર્સ નથી, જેવી રીતે ગીતા એ કોઈ મેનેજમેન્ટ કિતાબ નથી અને મહાભારત એ યુદ્ધ માટે નું જ્ઞાન આપતો ગ્રંથ નથી, તેવી જ રીતે, ‘ધ વાલ્મીકી સિન્ડ્રોમ’ પણ મૂળભૂત રીતે કઈ ઉપદેશક નથી.
સુહાસિની, સારા, રત્નાકરણ અને રણજીત ની વાતો એ આપણી વાતો છે. આ બધી વાતો પાંચ ભાગ માં છે.
૧. પરફેક્ટ લાઈફ [સંપૂર્ણ જીવન]
૨. વ્હુ એમ આઈ? [હું કોણ છું]
૩. વ્હુમ ડુ આઈ વિશ ટુ બી? [મારે કોના જેવું થવું છે?]
૪. હાવ ડુ આઈ બીકમ ધેટ પર્સન? [હું 'તે' વ્યક્તિ જેવો કેવી રીતે થઈ શકું?]
૫. ધ વાલ્મીકી સિન્ડ્રોમ
એકંદરે, આજ-કાલ નીકળી પડેલા સેલ્ફ-હેલ્પ બુક્સ ના રાફડા માં આ બુક જરૂર વાંચવા જેવી લાગે.
‘ધ વાલ્મીકી સિન્ડ્રોમ’ અહીથી મળી શકશે.






પ્રતિભાવ